Skip to main content

Posts

Showing posts from July, 2010

મેરેજ, લવ મેરેજ અને અરેન્જડ લવ મેરેજ ... :

લગ્ન, મેરેજ, લવ મેરેજ , એરેન્જડ મેરેજ,  એરેન્જડ લવ મેરેજ  ... એક્સેત્રા.... ઉપરના બધા શબ્દો માં સૌથી ડેન્જર ને છતાં સૌથી લોભામણો શબ્દ છે "એરેન્જડ લવ મેરેજ"... કોઈ પણ બે વિરુદ્ધ પ્રકૃતિ ને મિક્સ કરતા જે લોચો [ સુરતી લોચો ની રે.. ]  થાય એવો ભયંકર લોચો  એટલે "એરેન્જડ લવ મેરેજ" .. માનવામાં નથી આવતું .. તો સાંભળો .. ના રે વાંચો થોડા સંવાદો ,  પ્રેમ ને માતા પિતા ની મરજી નો થપ્પો લગાવી ને લગ્ન કરવા ઉત્સુક વધૂ ને એના માતા પિતા  વચ્ચે ના !  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ " લગ્ન મારા જ છે ને? "  - { દરેક વાત માં અણગમો ને શબ્દ્પ્રહાર થી કંટાળેલી ને છંછેડાએલી "ટુ બી વધૂ" નો કટાક્ષ! } " હા એમ જ લાગે છે! " - { માતા નો " હું પણ તારી માં છું"  ના લય માં પ્રતિ કટાક્ષ ! } "મારા લગ્ન ની બધી જ જવાબદારી હું લઈશ તો તમે બધા શું કરશો? "  - { લગ્ન અને તેની જવાબદારી મોટેભાગે ઘરના વડીલો જ લેતા હોઈ કન્ફ્યુઝ્ડ "ટુ બી વધૂ" નો પ્રત્યાઘાત ! } " છોકરો પસંદ કરવા જેટલી તું મેચ્યો

આ "ફ્રેન્ડશીપ ડે " પર કરવા જેવો એક લાગણીભીનો પ્રયોગ..

બીપ , બીપ, ... બીપ , બીપ...  રાતના ૧૨ વાગવા થી જ શરુ થઇ જતી એસ.એમ.એસ ની  આ સાયરન ને આજે "પેઈડ એસ.એમ.એસ " હોવાનું રીસટ્રીક્શન  પણ નઈ  નડે.. આજે રવિવાર , એટલે મોડે સુધી ચાદર તાણી સૂર્યવંશી બની દીવા સ્વપ્નો સાથે ગુફતેગો કરવાની જાહોજલાલી!  પણ આ શું ? આજે સવારે ૬ વાગવા માં જ દિવસ શરુ થઇ ગયો ?  રોજ ઉઠાતાની સાથે ટીવી ના રીમોટ ને હાથ માં લેવાની આદત ને પણ આજે રવિ વાર ની રજા મળી કે શું ?  અને ક્યારેય ભૂલે ચુકે રસ્તો ભુલાતા જ્યાં  પહોંચી જવાતું એ રસોડા માં આજે બને છે એક "ચાઈ ગરમ - સ્પેસીઅલ " .. અને સાથે ગરમ ગરમ આલું - પરોઠા .. રવિ વારે રજા ની મઝા માં મેસ્ડ અપ અને મુન્જયેલો રહેતો ડ્રોઈંગ રૂમ ને  આજે સ-રસ ને સુવ્યવસ્થિત ગોઠવ્યો ત્યારે ખબર પડી કે ડ્રોઈંગ રૂમ ના રાત પડે  આ ફટેહાલ  દીદાર  બનાવામાં અમને સહેજે કષ્ટ નથી પડતો પણ મમ્મી ચહેરા પર હમેશા રમતી એ "મધુબાલા  ઈસ્માઈલ " [ પપ્પા ખાનગી માં કહે છે તેમ જ તો! ] સાથે કેવું અમારા ઉઠતા પહેલા ઘર ને ઘર બનાવે છે, એની ઊંઘ ને સમય ના ભોગે..  પપ્પા ના બધા છાપા અને મેગેઝીન ને ટી- ટેબલ પર મુકતા

વ્હાલના દરિયા માં લાગણી વર્સીસ જવાબદારી ની સુનામી ...

"Have I told you how good it feels to be me, when I'm in you? I can only stay clean when you are around. Don't let me fall. If I close my eyes forever, would it ease the pain? Could I breathe again? Maybe I'm addicted,  I'm out of control,  but you're the drug  that keeps me from dying.  Maybe I'm a liar,  but all I really know is  you're the only reason I'm trying ... " "ભૂમિકા , આ કેવો રીંગ ટોન રાખ્યો છે ? તારા મોબાઈલ ને સાઈલેન્ટ કર અથવા રીસીવ કરી ને વાત કર.. અમને  તારી રીંગ ટોન થી અમારા આજ ના ઇન્ટરેસટીંગ ડિસ્કશન માં ડીસ્ટર્બ થાય છે! " - પલ્લવીબેન ઉવાચ.. "હા રે , ઉર્વી [મારી એક ની એક વહાલી બેન ] નો ફોન છે , આ ચેપ્ટર પતવા જ આવ્યું છે , હું એને કોલ બેક કરી દૈસ.. તમે તમારા  " મેલ વર્સીસ મોબાઈલ ના ડીફરન્સ " નું ડિસ્કશન ચાલુ રાખો! "- કાન કથા માં હતા ને નજર કિતાબ માં , મલ્ટીપ્રોસેસિંગ નો ફંડો કોને કહ્યું નવો છે ? હું તો વર્ષો થી એપ્લાઇ કરતી આવી છું ..