Skip to main content

Posts

Showing posts from November, 2013

લાઈફ સફારી~૪૭: છોટુનો ચિલ્ડ્રન્સ ડે ક્યારે?

“યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો.. ભલે છીન લો મુજસે મેરી જવાની, મગર મુજકો લૌટા દો બચપન કા સાવન વો કાગઝ કી કશ્તી, વો બારીશકા પાની....” – મ્યુઝીક ચેનલ્સ પર આજે સવારથી ચિલ્ડ્રન્સ ડેનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ પર પણ સવારથી મિત્રો પોતાના બાળપણના પીક્સ મુકીને બાળપણની યાદો વાગોળી રહ્યા છે... તમે પણ સવારથી રહી રહીને તમારા બાળપણના દિવસોમાં સરી જાઓ છો. એ દિવસો જયારે જીદગી દિલથી ખુલીને અને મૌજથી જીવાતી હતી. એ દિવસો જ્યારે માતા-પિતા અને મિત્રો સાથે રીયલમાં સમય પસાર કરવાની જાહોજલાલી હતી, જ્યારે ફેસબુક અને વોટ્સએપ તો ના હતા છતાં દિલોજાન મિત્રો હતા –જેમને સમયે-કસમયે દિલથી યાદ કરી હેરાન કરી શકાતા, જ્યારે મમ્મીની બનાવેલી રસોઈથી વધુ સ્વાદિષ્ટ માત્ર મેગી જ હોઈ શકતી, જ્યારે પપ્પા ઓફીસથી આવે એટલે ફરમાઈશો અને બહેન સાથે કરેલા ઝગડાઓનું લીસ્ટ તૈયાર રાખવામાં થ્રિલ અનુભવાતી, લંગડી-પકડદાવ-સતોડીયું-ગેંડો-થપ્પો-નદી કે પર્વત અને બીજી કેટલીયે રમતો રમીને થાકીને લોથપોથ થઇ જવાની પણ મઝા આવતી, જ્યારે સ્કુલની એક્ઝામ એક માત્ર ટેન્શન હતું, જ્યારે યુનિફોર્મની સમાનતામાં મિત્રો અને સહપાઠીઓ પણ સ

લાઈફ સફારી~૪૬: હિરોઈન થી વેમ્પ સુધી - કહાની ઘર ઘર કી ...

“ચાંદ કો દેખું હાથ મેં જોડું, કરવા ચૌથકા વ્રતમેં તોડું... તેરે હાથ સે પી કર પાની, દાસી સે બન જાઉં રાની...” – ગીતના શબ્દો ટોલરન્સ લીમીટને ક્રોસ કરી ગયા અને તમે અણગમા સાથે ચેનલ ચેન્જ કરી. બીજી ચેનલ પર પણ લગભગ એવોજ સીન, કપાળમાં લાલ ચટ્ટક મસ મોટ્ટો ચાંદલો, લગ્નમાં પણ પહેરવાના પોસાય એવા ભારેભરખમ મોંઘાદાટ કપડા, ભપ્પી લહેરીના કુટુંબી હોય એમ આખા શરીરે ઠઠારેલા સોના અને હીરાના ઘરેણા, હાથમાં ચારણી, ઉપર આભમાં ચાંદો અને સામે પતિ પરમેશ્વર! એક પછી એક દરેક ચેનલને તમે ન્યાય આપી ચુક્યા છો, પરંતુ જાણે દરેક ચેનલ પર આજે કરવા-ચૌથની બાઢ આવી છે..અરે ગુજ્જુ સીરીયલ્સમાં પણ આજે કરવા-ચૌથનો મહિમા છવાયો છે અને ન્યુઝ ચેનલ્સ પણ આ પતિપ્રેમ વધારતા તહેવાર અંગે ખણખોદ કરવા મંડી પડી છે! દરેક ચેનલ પર તહેવારનું આ થઇ રહેલું ઓવર પ્રમોશન એવું ચિત્ર ખડું કરીં રહ્યું છે કે જો તમે કરવા-ચૌથ નથી કરી તો ના તો તમે પતિને પ્રેમ કરો છો કે ના તો તમે આદર્શ, સંસ્કારી, સુશીલ, સુંદર અને પરિવારપ્રેમી વહુના દાયરામાં આવો છો!  ક્રેપ, ક્રેપ, ક્રેપ! ચાનો કપ હાથમાં લઈને તમે મથી રહ્યા છો જોવા લાયક ચેનલ શોધવા. એક ચેનલ પર આદર્શ વહુ માથે પૂરું ઓ

લાઈફ સફારી~૪૫: નવું વર્ષ: નવી દિશા, નવા રસ્તા- મ્યુઝિકના મેજીક સાથે!

પંખીઓના મધુર કલરવ સાથે તમારી આંખો ઉઘડે છે. આજે આ ઈંટ અને સિમેન્ટના જંગલમાં વસતા તમે પંખીઓનો કલશોર તો અફોર્ડ નથી કરી શકતા, પરંતુ તમારા સ્માર્ટ ફોનમાં રહેલો આ એલાર્મ ટોન રોજ સવારે તમને પ્રકૃતિની નજીક લાવે છે. તમે એલાર્મ બંધ કરીને, અરીસામાં જોઈ, કપાળ પર વિખરાયેલી તમારી રેશમી લટો સહેજીને , તમારા પતિદેવ અને બાળકોને સહેજ પણ ખલેલ ના પડે એમ બેડરૂમની બહાર નીકળો છો. ગઈ કાલે મોડી રાત સુધી બાળકોએ ફટાકડા ફોડ્યા અને તમે અને પતિદેવ એમનું ધ્યાન રાખવા આંગણામાં બેસી રહ્યા. તમારુ ચાલે તો તમે આજે સૂર્યદેવ માથે તપે ત્યાં સુધી પોઢી રહો, પરંતુ આજે નવા વર્ષના સ્વાગત માટે ઘણું નવું કરવાનું છે- એ ધ્યાનમાં રાખી, ઓફિશિયલી સવાર પડે એ પહેલા તમે જાગી ગયા છો. તહેવારો આપણી લાઈફમાં એક બ્રેક લઈને આવે છે, રોજીંદી જીંદગીમાં કૈક નવું કરવા, આનંદ-ઉત્સાહ-તોફાન માણવા, પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે મસ્તીની મુમેન્ટસની મઝા લેવા... પરંતુ સાથે સાથે તહેવારો રોજીંદી જિંદગીમાં નવી અપેક્ષાઓ અને નવી જવાબદારી પણ ઉમેરે છે- એકસ્ટ્રા ખુશીઓ માટે ડાઉન પેયમેન્ટ સમઝી લો જાણે! કાલે રાતે ઊંઘતા પહેલા તમારા સ્માર્ટફોનમાં તમે બનાવેલું ટુ –

લાઈફ સફારી~૪૪: દિવાળી - કહી ખુશી કહી ગમ!

“ જસ્ટ અ વીક! એક વીક પછી દિવાળી! કઈ રીતે મેનેજ થશે બધું? ઘરની સાફ-સફાઈ, દિવાળીના વેરાઈટીવાળા નાશ્તા, શોપિંગ, પૂજાની તૈયારીઓ એન્ડ ઓલ... ઓફિસમાં પણ ઈમ્પોર્ટન્ટ મીટીંગ અને રીપોર્ટીંગ આવે છે એટલે રજા પણ નહિ જ મળે! આઈ વીશ, હું ટાઈમ ને ફોરવર્ડ કે ડીલે કરવા સક્ષમ હોત તો, દિવાળીને ફાસ્ટ ફોરવર્ડ કરી દેત અથવા ડીલે કરીને હજુ એક મહિનો લેટ કરી દેત! એવરી યર દિવાળી આવે અને બીપી હાય થઇ જાય છે! ક્યાં એ બાળપણનાં દિવસો જ્યારે દિવાળીની દિવસો ગણીને આતુરતાથી રાહ જોતી હતી અને...”- ઓફીસ ટેબલ પરથી ફાઈલ્સ સંકેલતા જાણે તમને બાળપણની મઝાની યાદો મળી ગઈ. યાદ આવ્યા એ દિવસો જયારે આખા વર્ષમાં શોપિંગ માત્ર દિવાળી પર થતી, એ પણ બજેટ અનુસાર માત્ર  એક કે બે જોડી નવા કપડાની અને છતાં કેટલો રોમાંચ રહેતો! દિવાળી પર લીધેલી નવા કપડાની જોડ કેટલી સ્પેશિયલ રહેતી અને જીવની જેમ સચવાતી! હવેતો મન થાય ત્યારે, સેલ આવે ત્યારે કે ઇવન સ્ટ્રેસ રીલીવ કરવા પણ તમે વારે વારે ઓનલાઈન-ઓફલાઈન શોપિંગ કરતા રહો છો, પણ એ આનંદ અને ઉત્સાહ કેમેય આવતો નથી! યાદ આવી એ ફટાકડાની ઢગલી, મિત્રો સાથે વહેંચીને ફોડેલા ઢગલો ફટાકડાઓ! ફટાકડાના ફૂટવાથી થતી રોશની અ

લાઈફ સફારી~૪૩: તું જ તારો કૃષ્ણ!

કેન્ટીનનું એક અજબ રોજિંદુ ઘોંઘાટીયુ વાતાવરણ જોય છે! મિત્રો સાથે ચીલ કરતા યંગસ્ટરસ, કામનો થાક ઉતારવા ચાની ચુસ્કીઓ લેતા પ્રોફેસર્સ, સબ્મીશ્ન્સ માટે છેલ્લી ઘડીએ નીચી મૂંડીએ કોપી-પેસ્ટ કરતું ભારતનું ભવિષ્ય અને ટેબલની નીચે હાથોમાં હાથ પરોવી એકબીજાની આંખોમાં પ્રેક્ટીકલ કરતા લવ બર્ડસ- બધા એક જ જગ્યાએ! કદાચ કોલેજની સૌથી યાદગાર મુમેન્ટસ ક્લાસરૂમમાં નહિ કેન્ટીનમાં જ વિતતી હોય છે! પરંતુ કેટલાક દિવસોથી તમને ખચકાટ થાય છે કેન્ટીનમાં જતા. આમ તો સ્કુલ ટાઈમ થી જ તમે બિન્દાસ્ત- અલ્લડ અને ટોમબોયીશ એટલે જ કદાચ કેન્ટીનમાં થઇ રહેલો વિચિત્ર અનુભવ તમને અકળાવી જાય છે. રોજ કોલેજમાં તમારા આવવા જવાના રસ્તે, તમારા કલાસરૂમની બહાર કે પછી કેન્ટીનમાં પણ એક સીનિયર્સનું ગ્રુપ તમને ટાર્ગેટ કરી રહ્યું છે. આજે સવારે મમ્મી સાથે બહેસમાં પડતા કોલેજ જવામાં લેટ થઇ ગયું છે અને લેક્ચરમાં એન્ટ્રી ના મળતા અનિચ્છાએ તમે કેન્ટીન તરફ જઈ રહ્યા છો. કેન્ટીનમાં જવું કે નહિ એ અવઢવમાં તમે જેવા કેન્ટીનમાં એન્ટર થાવ છો... બેકગ્રાઉન્ડમાં એજ હેરેસમેન્ટ ચાલુ થાય છે .. અને એક અજાણ્યો અવાજ તમને સંબોધીને કહે છે - “ હે ગાય્ઝ , બહારો ફૂલ બરસાઓ

લાઈફ સફારી~૪૨: દશેરાના દિવસે વાસ્તવિક રાવણ દહન થાય છે?

“ મમ્મા , મારા હેપ્પી બર્થડે પર બી દિવાલી કરવાના ને આપણે ? મને બૌ ગમે દિવાલી , એમાં કલરફુલ લાઈટ્સ , રોશની , દાઝું દાઝું દીવા … નવા કપડા , ગિફ્ટ્સ અને તને બૌ બધા સન્ડે! ” – અજાણતા જ પુછાઈ ગયેલા તમારી દીકરીનાં પ્રશ્નમાં ઘણું બધું દાઝી ગયું અને ઘણું બધું દિલને બાઝી પણ ગયું! દિવાલીની ઝગમગતી રોશની સાથે એને મન મમ્મીની જોબમાં રજા પણ એટલીજ ઝળહળાટ છે! નાનું દિલ , નાનાં સપના , નાની ઇચ્છાઓ પણ મોટ્ટી સ્માઈલ અને મસ મોટ્ટી ખુશીઓ- એટલે જ કદાચ બાળક! “ હા બેબુ , તારા હેપ્પી બર્થડે પર આપણે દિવાલી કરીશું … પાક્કું! “- બેબુ ની એ તોફાની સ્માઈલની રોશની અને એના પ્રશ્નોનાં ફટાકડા – તમારા માટે તો આખું વર્ષ જ મન ગમતી દિવાળી … “ હે મમ્મા , તું નાની હતી ત્યારે પણ દિવાલી સેલીબ્રેટ થતી ? “ - તમે બખૂબી જાણો કે બેબુ નાં ઘણા સવાલો તોફાન પહેલાની શાંતિ જેવા હોય! “ હા , બેબુ .. દિવાલી , દશેરા , હોલી , ઉતરાયણ , રાખી અને બીજા બધા જ ફેસ્ટીવલ મમ્મા સેલીબ્રેટ કરતી , નાની હતી ત્યારે! ” – જવાબ આપતા કદાચ તમે બેબુને ફ્યુચર ક્વેશ્ન્સ માટે રસ્તો કરી આપ્યો! “ હેં મમ્મી , દશેરો એટલે પેલો રા-વનને દાઝું કરીકરીને ભગવાનજી પાસે