Skip to main content

Posts

Showing posts from September, 2014

લાઈફ સફારી~૮૮: આતંકવાદીના પુત્રની કહાની

*** ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ - માણસજાતનાં ઇતિહાસનો એવો દિવસ કે જેણે માણસાઈને લાગેલું આતંકવાદનું ગ્રહણ દુનિયાની સામે આક્રમક રીતે રજુ કર્યું . ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ અલ - કાયદાના ૧૯ આત્મઘાતી આતંકીઓએ ચાર વિમાનો હાઇજેક કર્યા . જેમાંથી બે વિમાનોએ ન્યુયોર્ક સ્થિત વર્લ્ડ - ટ્રેડ - સેન્ટરના ટાવર પર આત્મઘાતી હુમલો કર્યો , એક વિમાને વોશિંગટન ડી . સી . ના પેન્ટાગોન ખાતે હુમલો કર્યો અને ચોથું વિમાન પેનીસીલ્વેનિયામાં ક્રેશ થઇ ગયું . લગભગ ૩૦૦૦ જેટલા લોકોના મૃત્યુ અને હજારો ઘાયલોની પીડાના નુકશાન સાથે લગભગ ૧૦ બિલિયન ડોલરની પ્રોપર્ટીનું પણ નુકશાન થયું . અને જાન - માલના નુકશાનથી વધુ નુકશાન માનવતા , વિશ્વાસ અને ધર્મના પાયાઓને થયું ! અચાનક આખું વિશ્વ “આતંકવાદ”ના સળગતા પ્રશ્ન સામે જાગી ઉઠ્યું ! જોકે આપણો દેશ તો વર્ષોથી આતંકનો ભોગ બનતો જ આવ્યો છે પણ આ વખતે વાત હતી સુપર - પાવર એવા અમેરિકાને આતંકથી પીડિત કરવાની ! અને એટલેજ આખા વિશ્વમાંથી આ ૯ / ૧૧ના નામે જાણીતા આતંકી હુમલાના વિરોધમાં આકરા પ્રત્યાઘાતો આવ્યા ! હમણાં જ ૧૧મી સપ્ટેમ્બરે આ ગોઝારી ઘટનાને ૧૩ વર્ષ પુરા થયા ત્યારે વિશ્વ - પરિ

લાઈફ સફારી~૮૭: “પ” થી પીરીઅડ્સ અને પેઈન કે પોઝીટીવીટી અને પ્લેઝર?

*** “તે સામા પાંચમ કરી છે?” – પ્રશ્ન “ના.”- જવાબ “શું? તે સામા પાંચમ નથી કરી?”-પ્રતિપ્રશ્ન ૧. “તે સાચ્ચે જ સામા પાંચમ નથી કરી?”-પ્રતિ પ્રશ્ન ૨. “તે કેમ સામા પાંચમ નથી કરી?”- પ્રતિ પ્રશ્ન ૩. “!@!#!$#$#%^%(*”-જવાબ. ૩૦ ઓગસ્ટ એટલેકે શનિવારે હાલમાં જ ઋષિ પંચમી ગઈ. આપણી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે “સામા-પાંચમ”નું વ્રત પણ ઉજવાય છે. અને આગળ ઉપર લખેલ સંવાદ લગભગ દર વર્ષે મારી સાથે રીપીટ થાય છે. અને દર વર્ષે મને કૈક અલગ અને વિચિત્ર પ્રશ્નો થાય છે- જેનો જવાબ આખરે આ વર્ષે મારે જાતને અને મારા જેવા આવા પ્રશ્નો વિચારતા સૌને જ આપવો છે! વાત અહી કોઈની ધાર્મિક માન્યતા દુભાવવાની કે ધર્મ-રીતી-રીવાજનો વિરોધ કરવાની નથી! વાત છે માત્ર લોજીકલ-વૈજ્ઞાનિક-ધાર્મિક કારણ શોધી એની આજના સમયમાં યોગ્યતા ચકાસવાની! સૌથી પહેલા “સામા પાંચમ”ના વ્રત અંગે ગુગલદેવને પૂછ્યું તો આવો જવાબ મળ્યો-  પિરિઅડ્સ દરમિયાન – પહેલા દિવસે છોકરી ચાંડાલીની, બીજા દિવસે ડાકણ, ત્રીજા દિવસે ધોબણ સમાન છે અને ચોથા દિવસ પછી ન્હાયા અને માથું ધોયા પછી જ એ પવિત્ર થાય છે!  અને આ અપવિત્ર દિવસોમાં પરિવારમાં કોઈને અડવાથી, રસોઈ બનાવવાથી

લાઈફ સફારી~૮૬: શિક્ષણની સાચી મશાલો અને મિસાલો

*** ૫મી સપ્ટેમ્બર એટલે  શિક્ષક દિવસ. એક દિવસ માટે આખા દેશમાં માસ્તર-શિક્ષક એટલેકે ટીચરનો મહિગાન કરવાનો દિવસ એટલે શિક્ષક દિન. હવા,પાણી,ખોરાક જેટલી જ આપણી મૂળભૂત જરૂરીયાત છે એજ્યુકેશન એટલેકે શિક્ષણ. અને આ મૂળભૂત જરૂરીયાત મોટે ભાગે આપણને સરળતાથી મળી રહી છે એટલે આપણે એનું મહત્વ સમઝતા જ નથી! પરંતુ વિશ્વમાં એક બહોળો વર્ગ એવો છે જેમને શિક્ષણ નસીબ નથી! હું તમને શિક્ષક કે શિક્ષણના મહત્વ પર કોઈ પ્રકારનું ભાષણ નહિ જ આપું. મારે તો આજે તમને ત્રણ વાર્તાઓ કહેવી છે. શિક્ષક દિન અને શિક્ષણની યથાર્થતા ઉજાગર કરતી વાર્તાઓ. *** પહેલી વાત છે પાકિસ્તાનના સ્વાત જીલ્લાની. ઇસ્લામિક રૂઢીચુસ્ત એવા આ વિસ્તારના સુન્ની મુસલમાન પરિવારમાં ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ એક દીકરીનો જન્મ થાય છે. જે રૂઢીચુસ્ત પરિવારોમાં દીકરીનો જન્મ અભિશાપ ગણવામાં આવે છે ત્યાં પિતા ઝીયાઉદ્દીન યુસુફ્ઝાઈ ખુબ લાડકોડ અને પ્રેમથી દીકરીને મોટી કરે છે. રૂઢીચુસ્ત મુસ્લિમ પરિવારોમાં જ્યાં દીકરીને બોલવા,ભણવા કે સપના જોવા સુધ્ધાની નથી ત્યાં ઝીયાઉદ્દીન પોતાની દીકરીને દીકરાની જેમજ ઉછેરે છે. ઝીયાઉદ્દીન પોતાની દીકરીને સંસ્કારની સાથે શિક્ષણ અને અન્યા